રોજ રાત્રે પલાળીને સવારે ખાઓ આ ૫ વસ્તુ, ઇમ્યુનિટી થશે બુસ્ટ અને રોગ ભાગશે દૂર
કોરોના કાળમાં ઇમ્યુન સીસ્ટમ ને મજબૂત રાખવા માટે ઉકાળા સિવાય તમે રોજ રાતે થોડી ચીજ પલાળી અને તેનું સવારે ખાલી પેટ સેવન કરો. આનાથી માત્ર તમારી રોગ પ્રતિકારક શક્તિજ નહિ વધે પરંતુ બીજી ઘણી સમસ્યાથી પણ તમને છુટકારો મળશે.
સ્વસ્થ રહેવા માટે ખાણીપીણી અને કસરત કરવી બહુજ જરૂરી છે. જો તમે આ બે ચીજ માંથી એક પણ ચીજને નજર અંદાજ કરશો તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે. આ બે ચીજ ઇમ્યુન સિસ્ટમ ને મજબૂત કરે છે. ઇમ્યુન સિસ્ટમ મજબૂત થવાથી શરીર કોઈ પણ બીમારીની ચપેટમાં આવવાથી બચી જાય છે. કદાચ જો શરીર કોઈ બીમારીની ચપેટમાં આવી પણ ગયું તો તે બીમારીથી આસાની થી તે લડી શકશે. કોરોના કાળમાં ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખવા માટે નીચે આપેલ કેટલીક ચીજોને તમે રાત્રે દરરોજ પલાળીને સવારે ખાલી પેટ સેવન કરીને તેનો ઘણોજ ફાયદો ઉઠાવી શકો છો અને તેનાથી તમારા ઇમ્યુન સિસ્ટમ ને ખુબજ વધારી શકો છો.
મેથીદાણા
મેથીદાણા સ્વાસ્થ્ય માટે બહુજ લાભકારક છે. તે કોઈ પકવાન નો સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ તેના પાંચ દાણા રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ખાવા તે પેટ માટે બહુજ ફાયદાકારક છે. માત્ર દાણા જ નહિ પરંતુ મેથી દાણા નું પાણી પણ પીવું જોઈએ. આ આંતરડાને સાફ કરીને કબ્જ ની સમસ્યા દૂર કરે છે. આના સાથે જ ડાયાબિટીસ ના રોગીઓ માટે પણ ફાયદાકારક છે.
બદામ
બદામ ખાવાથી બુદ્ધિ તેજ થાય છે. આ તો તમે ઘણી વખત સાંભળ્યુ હશે. પણ શુ તમને ખબર છે, બદામ હાઈ બ્લડપ્રેશર ને કાબુ કરવા માટે સારું છે. કેટલાય અધ્યયન અનુસાર રોજ રાત્રે પલાળેલા બદામ જો સવારે ખાઓ તો કોલેસ્ટ્રોલ નું લેવલ ઠીક થઈ જાય છે. સાથેજ વજન ઘટાડવામાં પણ કારગર સાબિત થાય છે.
કિસમિસ
આમાં લોહ અને એન્ટી ઑક્સિડેટ ભરપૂર માત્રામાં હોય છે. કિસમિસ ચહેરાની ત્વચા ને ચમકદાર બનાવે છે. આને રોજ ખાવાથી શરીરમાં લોહ ની ઉણપ પુરી થાય છે, સાથે જ શરીરને તરત શક્તિ પણ મળે છે.
અંજીર
અંજીર પણ પલાળીને ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે. અંજીર માં વિટામિન એ, કેલ્સિયમ, ફોસ્ફરસ, મૈગનીજ ભરપૂર માત્રામાં હોય છે.
અળસી
અળસીના બીજ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા ઉપરાંત વજન ઘટાડવામાં પણ કારગર છે. આમ ઓમેગા ૩ ફેટી એસિડ ઉપરાંત, વિટામિન બી અને પ્રોટીન પ્રચુર માત્રા માં હોય છે. તેના ઉપરાંત આ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે.