ગુજરાત સરકારે બહાર પાડી સીમાંત ખેડૂતો માટે ખાસ યોજના, જાણો શા માટે અમે કહી રહ્યા છે આને ખાસ

રાજ્યમાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સીમાંત ખેડૂતો માટે એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે, જેની જાણ હાલમાં બઉજ ઓછા ખેડૂત મિત્રોને છે. ચાલો જાણીએ શુ છે આ યોજના, શુ છે આ યોજનાની વિશેષતાઓ, અને કેવી રીતે મેળવી શકીએ આપણે આ યોજનાનો લાભ.

સીમાંત ખેડૂતો માટે હાલમાં હેન્ડ ટૂલકીટ માટેની એક મહત્વની યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના થકી સીમાંત ખેડૂત મિત્ર આ યોજનામાં દર્શાવેલ ટુલ્સ ની ખરીદી પર ૯૦% સહાય અથવા તો વધુમાં વધુ ૧૦,૦૦૦ રૂ. સુધીની સહાય આપવાની ગુજરાત સરકારની આ યોજના છે.

યોજનામાં સામેલ વિવિધ સાધનો

 • સાઇન્થ
 • સિડ ડિમ્બલર
 • વ્હીલ હો (સિંગલ વહીલ) કિટ્સ સાથે
 • ઓટોમેટિક ઓરણી (એલ હાર)
 • વ્હીલ-બરો
 • ફ્રુટ કેચર (વેડો)
 • ફ્રુટ કટર
 • વેજીટેબલ પ્લાન્ટર
 • પેડી વિડર
 • પેડી પેડલ થ્રેસર
 • સુગરકેન બડ કટર
 • પૃનિંગ શો
 • અનવીલટ્રી બ્રાન્ચ લુપર
 • એડજેસ્ટેબલ બ્રાન્ચ લુપર
 • વ્હીલ હો (ડબલ વ્હીલ) કિટ્સ સાથે

ઉપરના તમામ સાધનો પૈકી કોઈપણ ની ખરીદીમાં તમે આ સહાય મેળવી શકો છો. જેના માટે તમારે બસ કરવાની રહેશે અરજી, જેની મંજૂરી બાદ તરત તમે લઇ શકશો લાભ.

સ્ટેપ- ૧ . ઓનલાઈન અરજી

આ માટે તમારે પ્રથમ તો ખેતીવાડીની યોજના માટે ની વેબસાઈટ આઇખેડૂત પોર્ટલ (i-khedut) પર અરજી કરવાની રહેશે. જે અરજી તમે ગ્રામ પંચાયત ઓફીસ માં VCE પાસે અથવા કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી કરાવી શકો છો.

સ્ટેપ- ૨. અરજી ક્યાં આપશો ?

આ અરજી કર્યા બાદમાં જે પ્રિન્ટ આઉટ મળે તે અરજી ફોર્મ તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આ અરજી તમારે ગ્રામના ગ્રામસેવક ને જમા કરાવવાની રહેશે.

આ બાદ માં જ્યારે આપની આ અરજીને મંજૂરી મળી જશે ત્યાર બાદ માં તમે આ સાધનો ની ખરીદી કરીને તેની સબસિડીનો લાભ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *